Posts

ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.

Image
                           ધરમપુર તાલુકાના શિક્ષક ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા શિક્ષણની સાથે સાથે થઈ રહેલ સામાજિક સેવાકીય પ્રવૃત્તિઓ.  ધરમપુર તાલુકાના નાની ઢોલ ડુંગરી શાળા તા.ધરમપુર જી.વલસાડમાં ધોરણ 6 થી 8 માં શિક્ષણ કાર્ય શિક્ષકશ્રી ડૉ.વિરેન્દ્રભાઈ પટેલે તેમનાં જન્મદિવસે સંકલ્પ એજ્યુકેશન ગ્રુપને રોકડ રકમ દ્વારા મદદ કરવામાં આવી. તેમના દ્વારા  ધરમપુર,ખેરગામ, અને ચીખલી તાલુકામાં નવ જેટલી લાયબ્રેરી શરૂ કરવામાં આવેલ છે..જેમાં સ્પર્ધાત્મક પુસ્તકો  ઉપલબ્ધ કરાવેલ છે અને તેમના દ્વારા 37  જેટલાં રકતદાન કેમ્પ કરવામાં આવેલ છે. ડૉ. વિરેન્દ્ર પટેલ દ્વારા ગરીબ વિદ્યાર્થી મિત્રો માટે સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવનાર મીનેશભાઈ પટેલને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ.

Image
                           Gandevi news : ગણદેવી અને ચીખલી તાલુકામાં ગુડી પડવાની પૂજા કરાઈ. ચીખલી ગણદેવી નગર બીલીમોરા સહિત તાલુકામાં વસતા મહારાષ્ટ્રીઅન સમાજે આજે ચૈત્ર માસના પ્રથમ દિવસે મંગળવારે ગૂડીપડવો, નવાવર્ષ ની ઉજવણી કરી હતી. ગુડીપડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો ઘરના મુખ્ય દ્વાર સામે એક વાંસની લાકડીમાં ઉલટો કળશ મૂકી, ધજા ચઢાવી તેની પૂજા કરે છે. તેના પર પતાસા, લીમડાનાં કુમળાં પાન, આંબાની ડાળખી અને લાલ ફૂલોનો હાર બાંધે છે. તેના પર ચાંદી અથવા તાંબાનો કળશ શણગારીને ધ્વજ ઊભો કરવામાં આવે છે. નવવર્ષને દિવસે કડવા લીમડાનો પ્રસાદ ગ્રહણ કરવામાં આવે છે ગુડી પડવા તહેવાર એ હિંદુઓ અને મરાઠાઓના આશીર્વાદિત પ્રસંગોમાંનો એક છે. સંવસર પડવો તરીકે પણ ઓળખાય છે, આ તહેવાર પરંપરાગત નવા વર્ષ અને કૃષિ રવિ સિઝનના અંતને ચિહ્નિત કરે છે. ગુડી પડવો એ છે જ્યારે ભગવાન બ્રહ્માએ દિવસો, અઠવાડિયા, મહિનાઓ અને વર્ષોની વિભાવનાઓ સાથે બ્રહ્માંડની રચના કરી હતી. ગુડી પડવા તહેવાર, હિન્દુ પૌરાણિક કથાઓમાં, તે દિવસે પણ ઉજવવામાં આવે છે જ્યારે ભગવાન રામને 14 વર્ષ...

Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ.

Image
                                 Navsari news: જિલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારી ખાતે મતદાર જાગૃતિ રંગોળી બનાવાઈ. ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ"  તારીખ :૦૮-૦૪-૨૦૨૪નાં દિને આગામી લોકસભા સામાન્ય ચુંટણી અંતર્ગત જીલ્લા સેવા સદન અને તાલુકા સેવા સદન નવસારીમાં મતદાર જાગૃતિ માટે રંગોળી બનાવવામાં આવી.

Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ.

Image
                  Navsari news : નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં મતદાન જાગૃતિ અર્થે આકર્ષક રંગોળી દોરાઈ. નવસારી જિલ્લામાં આગામી ૭ મી મે ના રોજ મતદાન યોજાનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ દરમિયાન નવસારી જિલ્લામાં મહત્તમ મતદાન થાય, સમાજના દરેક વર્ગો તેમના મતદાન હકનો અચૂક રીતે ઉપયોગ કરે, નૈતિક મતદાનને સતત પ્રોત્સાહન મળે તે માટે સ્વીપ એક્ટિવિટિઝ અંતર્ગત નવસારી જિલ્લાની વિવિધ શાળાઓમાં વિધાર્થીઓ મતદાન જાગૃત્તિનો સંદેશ આપતી સુંદર રંગોળી બનાવી રહ્યા છે. સમગ્ર નવસારી જિલ્લામાં મતદાન અંગે નાગરિકોને જાગૃત થાય તે સંદર્ભે સ્વીપ પ્રવૃતિઓ અન્વયે અનેકવિધ પ્રવૃત્તિઓનું આયોજન સતત ચાલી રહ્યું છે. Courtesy: આ પોસ્ટની ક્રેડિટ મદન વૈષ્ણવ સર નવસારી ફાળે જાય છે. જે તમામ બ્લોગમાં published કરેલ છે. 

Navsari news : નવસારી જિલ્લામાં આજે ધોરણ -૮ NMMS પરીક્ષા.

 Navsari news : નવસારી જિલ્લામાં આજે ધોરણ -૮ NMMS પરીક્ષા. નવસારી જિલ્લામાં રવિવારે નેશનલ કમ મેરીટ સ્કોલરશીપ (એન.એમ.એમ. એસ)માટે ધોરણ ૮ ના ૫૨૮૮ વિદ્યાર્થીઓ ૧૮૪ બ્લોકમાં પરીક્ષા આપશે. ઉપરોક્ત પરીક્ષા ૧૮૦ ગુણની રહેશે. આ પરીક્ષા ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ વિષયનો સમાવેશ થાય છે. ઉપરોક્ત પરીક્ષામાં મેરીટ માં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ દરમિયાન વર્ષે ૧૨૦૦૦ રૂપિયા સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. નવસારી જિલ્લામાં ધોરણ ૮ ના ૫,૨૮૮ વિદ્યાર્થીઓ ૧૮૪ બ્લોકમાં એન એમ એમ એસ(NMMS)ની પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ઝોન સ્ટાફ ૫, સરકારી પ્રતિનિધિ ૧૮, કેન્દ્ર સંચાલક ૧૮, બ્લોગ સુપરવાઇઝર ૨૦૬, પટાવાળા ૫૪, ક્લાર્ક ૧૮ તેમજ દરેક કેન્દ્ર ઉપર પોલીસ સ્ટાફ અને પ્રશ્નપત્ર લઈ જનાર કર્મચારીઓ સાથે પોલીસ સ્ટાફ ઉપલબ્ધ રહેશે પરીક્ષા નિર્વિઘ્ને પાર પડે તે માટે ઝોનલ રોહનભાઈ ટંડેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.