Navsari news : નવસારી જિલ્લામાં આજે ધોરણ -૮ NMMS પરીક્ષા.

 Navsari news : નવસારી જિલ્લામાં આજે ધોરણ -૮ NMMS પરીક્ષા.

નવસારી જિલ્લામાં રવિવારે નેશનલ કમ મેરીટ સ્કોલરશીપ (એન.એમ.એમ. એસ)માટે ધોરણ ૮ ના ૫૨૮૮ વિદ્યાર્થીઓ ૧૮૪ બ્લોકમાં પરીક્ષા આપશે. ઉપરોક્ત પરીક્ષા ૧૮૦ ગુણની રહેશે. આ પરીક્ષા ગણિત વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન અને જનરલ નોલેજ વિષયનો સમાવેશ થાય છે. ઉપરોક્ત પરીક્ષામાં મેરીટ માં સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ધોરણ ૯ થી ૧૨ દરમિયાન વર્ષે ૧૨૦૦૦ રૂપિયા સ્કોલરશીપ મળવાપાત્ર થાય છે. નવસારી જિલ્લામાં ધોરણ ૮ ના ૫,૨૮૮ વિદ્યાર્થીઓ ૧૮૪ બ્લોકમાં એન એમ એમ એસ(NMMS)ની પરીક્ષા આપશે. પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે ઝોન સ્ટાફ ૫, સરકારી પ્રતિનિધિ ૧૮, કેન્દ્ર સંચાલક ૧૮, બ્લોગ સુપરવાઇઝર ૨૦૬, પટાવાળા ૫૪, ક્લાર્ક ૧૮ તેમજ દરેક કેન્દ્ર ઉપર પોલીસ સ્ટાફ અને પ્રશ્નપત્ર લઈ જનાર કર્મચારીઓ સાથે પોલીસ સ્ટાફ ઉપલબ્ધ રહેશે પરીક્ષા નિર્વિઘ્ને પાર પડે તે માટે ઝોનલ રોહનભાઈ ટંડેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી જયેશભાઈ ચૌધરી દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.

Comments

Popular posts from this blog

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

આદિવાસી સમાજની ધોડિયા બોલીની જાળવણી માટે એક શિક્ષકે બીડુ ઉઠાવ્યું

ડૉ. બાબા સાહેબ આંબેડકરનું ભારતીય લોકો માટે આપેલ વિશ્વમાં સર્વશ્રેષ્ઠ યોગદાન.