માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ

  માંડવી : માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં શિક્ષિકાનો વય નિવૃત્તિ કાર્યક્રમ

Post credit: દિવ્ય ભાસ્કર ન્યૂઝ 

 માંડવી તાલુકાના વદેશિયા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા બબિતાબેન ગુમાન ભાઈ ચૌધરી મૂળ વતન વદેશિયાના જ રહેવાસી ગામની શિક્ષણની સેવા આપી તેમનો વય નિવૃત્તિ વિદાય સમારંભ યોજાયો હતો. જેમાં ગ્રામ પંચાયતના સભ્યો, એસ એમ સી સભ્યો, ગ્રામજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શાળાના વિદ્યાર્થીઓ તાલુકાના  શિક્ષકો, શિક્ષક સંઘના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. તેમના દ્વારા વદેશિયા ગામમાં આવેલી લાઈબ્રેરીને પુસ્તકો તેમજ કબાટ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા તેમજ શાળાની અદ્યતન સુવિધા માટે ટીવી ભેટ આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્મૃતિ સ્વરૂપે અરવિંદભાઈ ચૌધરી લેખિત ચૌધરી સમાજનું પુસ્તક પણ ભેટ સ્વરૂપે આપ્યું હતું નિવૃત્તિ બાદ જીવન ખુબ તદુંરસ્ત વિતાવે તેવી સૌએ શુભકામનાઓ પાઠવી હતી.

Comments

Popular posts from this blog

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ.

ગુજરાતનું ભૂપૃષ્ઠ|Geography of Gujarat

દાંડી, નવસારી,ગુજરાત, ભારત | Dandi, Navsari Gujarat, India