Posts

Showing posts from September, 2024

ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી

Image
                               ગણદેવી નગરપાલિકા દ્વારા ડી.આઈ. કે. કન્યા શાળા ખાતે સ્વચ્છતા જાગૃતિ રેલી યોજી સ્વચ્છતા શપથ લેવામાં આવી નવસારી,તા.૧૮: આજરોજ નવસારી જિલ્લાના ગણદેવી નગરપાલિકા અને ડી.આઈ. કે. કન્યા શાળાના બાળકો સાથે 'સ્વચ્છતા હી સેવા' કાર્યક્રમ અંતર્ગત સ્વચ્છતા રેલી યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ગણદેવી નગરપાલિકા પ્રમુખ ભાવેશભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી ભાનુબેન પટેલ, આરોગ્ય ચેરમેનશ્રી સારિકાબેન પટેલ, તથા નગરપાલિકાના સભ્યો ચીફ ઓફિસર શ્રી પ્રાચી પી. દોસી અને કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા. સ્વચ્છતા જાળવવા બાબતે સ્વચ્છતા જાગૃતિ રેલી અને શાળાના બાળકો સાથે સ્વચ્છતા શપથ લેવામાં આવ્યા હતા. 

Dang latest news|ડાંગ સ્વરાજ આશ્રમનો ૭૭મો સ્થાપના દિન ઉજવાયો

Image
Dang latest news|ડાંગ સ્વરાજ આશ્રમનો ૭૭મો સ્થાપના દિન ઉજવાયો (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૮: અંગ્રેજોની ગુલામીમાંથી દેશને આઝાદી મળ્યા બાદ તરત જ, તત્કાલિન બૃહદ મુંબઇ રાજ્યના એક સમયના 'અંધારિયા મુલક' તરીકે ઓળખાતા,  આહવાના ઐતિહાસિક 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭ મો સ્થાપના દિન ઉજવાઈ ગયો. દેશના તત્કાલિન ગૃહ પ્રધાન અને 'એક ભારત-શ્રેષ્ઠ ભારત'ના સ્વપ્નદ્રષ્ટા સ્વ. સરદાર સાહેબ, અને 'વેડછી ના વડલા' તરીકેની ખ્યાતિ ધરાવતા સ્વ.જુગતરામ કાકાના માર્ગદર્શન અને પ્રેરણા સાથે, ડાંગ જિલ્લાના પ્રજાજનોમાં સેવા અને શિક્ષણની જ્યોત જગાવતા 'બંધુ ત્રિપૂટી' એવા નાયક બંધુ સ્વ. ધીરુભાઈ, છોટુભાઈ, અને ઘેલુભાઇ નાયકે આદરેલા 'સેવા યજ્ઞ' ના માધ્યમ એવા 'ડાંગ સ્વરાજ આશ્રમ' નો ૭૭મો સ્થાપના દિવસ તા.૭મી સપ્ટેમ્બરે ઉજવાઈ ગયો. આ વેળા આશ્રમના વર્તમાન સંચાલકોએ વડીલોએ ચીંધેલા સેવા અને શિક્ષણના પથ પર આગળ વધવાની પ્રતિબદ્ધતા સાથે, સૌને ભાવભરી શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.  બંધુ ત્રિપુટી ઉપરાંત આશ્રમને અકિંચનોની સેવાનુ માધ્યમ બનાવતા 'દાંડી ના દિવડા' એવા કર્મશીલ સ્વ.ગાંડા કાકાન

Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું.

Image
 Khergam news : ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું. તારીખ 03-09-2024નાં દિને ખેરગામ કુમાર ખાતે શાળા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું હતું. જેમાં ધોરણ 5 થી 8નાં 80 બાળકોએ 24 કૃતિઓ રજૂ કરી હતી.જેમાં બાળકોએ કાર્યશીલ કૃતિઓ રજૂ કરી બાળકોમાં કુતૂહલ જમાવ્યું હતું. આ કાર્યક્રમ દ્વારા બાળકોમાં વૈજ્ઞાનિક વિચારસરણી અને વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ આવનાર સમયમાં બાળ પ્રદર્શન યોજાનાર હોય બાળકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરી અવનવી આઈડિયા વિચારતો થાય અને તેને કૃતિમાં પરિવર્તિત કરે એ હેતુ સિદ્ધ થાય છે. આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મનીષભાઈ પરમાર સાહેબ, ખેરગામ BRC વિજયભાઈ પટેલ, ખેરગામ તાલુકા શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ, મહામંત્રી કિરીટભાઈ પટેલ તેમજ શાળાનાં આચાર્ય/તાલુકા કેળવણી નિરીક્ષક શ્રી પ્રશાંતભાઈ સહ શાળા પરિવાર ઉપસ્થિત રહી બાળ વૈજ્ઞાનિકોને પ્રોત્સાહિત કર્યા હતા.તમામ બાળકોને પ્રમાણપત્ર અને સ્મૃતિ ભેટ આપવામાં આવ્યા હતા.