Posts

Showing posts from June, 2024

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર...

ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... ગુજરાત weekly : રાજ્યની વિકાસયાત્રાના સાપ્તાહિક સમાચાર... CMO Gujarat #gujaratinformation #GOGConnect #mahitigujarat #infogujarat #cmogujarat #GujaratGovernment #newsupdates #gujarat Posted by Gujarat Information on  Sunday, June 30, 2024

Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

Image
                  ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત Surat (Olpad) ઓલપાડ તાલુકાના લવાછા ગામે તાલુકા કક્ષાના '૭૫મા વન મહોત્સવ'ની ઉજવણીમાં સહભાગી થતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ રૂ.૩૦ લાખના ખર્ચે નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું લોકાર્પણ કરતા વનમંત્રી મુકેશભાઈ પટેલ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે વનમંત્રીએ રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં ઓલપાડ તાલુકાના લવાછા ગામે સામાજિક વનીકરણ વિભાગ,સુરત વિસ્તરણ રેન્જ-ઓલપાડ દ્વારા તાલુકા કક્ષાના '૭૫માં વન મહોત્સવ'ની ઉજવણી કરાઇ હતી. જે અંતર્ગત મહત્તમ વૃક્ષો વાવી પર્યાવરણ જતનના સંદેશ સાથે લવાછા ગામે રૂ.૩૦ લાખમાં નવનિર્મિત 'પંચવટી વિકાસ કેન્દ્ર'નું મંત્રીશ્રીએ લોકાર્પણ કર્યું હતું. જેમાં કોમ્યુનિટી હોલ, શૃંગાર રૂમ, રસોડું, સ્ટોર રૂમ અને શૌચાલય સહિતની સુવિધાઓ ઉપલબ્ધ છે. મંત્રીશ્રીએ વૃક્ષોનું વાવેતર વધારવાના ભાગરૂપે રોપા વિતરણ માટે વૃક્ષયાત્રા રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.              આ પ્રસંગે વનમંત્રીશ્રીએ દરિયા

Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera

Image
  Ahamedabad District shala Praveshotsav 2024 : Ahmedabad City, Daskroi, Sanand, Viramgam, Detroj-Rampura, Mandal, Bavla, Dholka, Dhandhuka, Dholera  શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ, ખેંગારિયા પ્રાથમિક શાળા શાળા પ્રવેશોત્સવ..કન્યા કેળવણી મહોત્સવ.. ખેંગારિયા.2024-25 Posted by  Khengariya PrimarySchool  on  Wednesday, June 26, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024 Posted by  Info Ahmedabad GoG  on  Thursday, June 27, 2024

Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો.

Image
  Khergam: કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામનો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ 2024 ઉજવાયો. આજરોજ તા.26/06/2024 ના બુધવારના દિને કુમારશાળા ખેરગામ અને કન્યાશાળા ખેરગામ નો સંયુક્ત શાળા પ્રવેશોત્સવ નો કાર્યક્ર્મ કુમારશાળા ખેરગામના પ્રાર્થનાખંડમાં રાખવામાં આવ્યો હતો. જેમાં બાલવાટિકા માં 20 કુમાર અને 18 કન્યાઓને તેમજ ધોરણ 1માં 3 કુમાર અને 3 કન્યાઓ મળીને કુલ 44 બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા વિશિષ્ટ પ્રતિભા ધરાવતા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તમામ બાળકોને શાળા પરિવાર તરફથી દફતર તથા વિવિધ પ્રકારની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે ગાંધીનગર સચિવાલય શિક્ષણ વિભાગ થી ઉપસ્થિત ઉપ સચિવ  શ્રી આશિષભાઈ ચૌધરી સાહેબે તમામ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. શ્રી ચૌધરી સાહેબે ધોરણ 3 થી 8 ની ઉત્તરવહી અને એકમ કસોટી ચેક કરી શિક્ષકોને યોગ્ય માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્ર્મના અંતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.બાળકો માટેની નિપુણ ભારત કાર્યક્રમ અંતર્ગત ધોરણ 1 થી 8 માટે પૂરી પાડવામાં આવેલ વિવિધ શૈક્ષણિક સામગ્રી નું પ્રદર્શન રાખવામાં આવ્યું હતું.આ પ્રસંગે  ગ્રામજનો

બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી.

Image
બુહારી : ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લીધી. તારીખ ૨૫-૦૬-૨૦૨૪નાં દિને ગણદેવી વિધાનસભાના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલે તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓ સાથે તેમના ભવિષ્ય અંગે તથા છાત્રાલયમાં તેમને મળતી સુવિધાઓ અને શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા વિચારણા કરી. ત્યારબાદ આશ્રમશાળાના નવનિર્માણ પાણી રહેલા મકાનના બાંધકામનું નિરીક્ષણ કર્યું. આજરોજ તાપી જિલ્લાના બુહારી ખાતે માનવ કલ્યાણ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કુમાર - કન્યા છાત્રાલયની મુલાકાત લઈ અભ્યાસાર્થે... Posted by  Naresh Patel  on  Tuesday, June 25, 2024

Rajpipla(Narmda): "ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની"

Image
   Rajpipla(Narmda): "ઉજવણી... ઉલ્લાસમય શિક્ષણની" નર્મદા જિલ્લામાં ત્રિ-દિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાશે આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનાર શાળા પ્રવેશોત્સવનો આશય શિક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાનો રાજપીપલા, સોમવાર :- કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે યોજાયેલી બ્રીફિંગને નર્મદા જિલ્લા કલેક્ટર શ્રીમતી શ્વેતા તેવતિયા સહિતના ઉચ્ચ અધિકારીઓ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી નિહાળીને માર્ગદર્શન મેળવ્યું હતું. આ બ્રીફિંગને નિહાળ્યા બાદ જિલ્લા કલેક્ટર શ્રીમતી તેવતિયાએ નર્મદા જિલ્લામાં જિલ્લાકક્ષાએ આગામી તા. ૨૬ થી ૨૮ જૂન, ૨૦૨૪ દરમિયાન યોજાનારી ત્રિ-દિવસીય શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના રૂટનું સુવ્યવસ્થિત આયોજન કરવા તેમજ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્ણ ભાગીદારી નોંધાવવા માટે રચનાત્મક સૂચનો કરીને માર્ગદર્શિત કર્યા હતા.  ઉલ્લેખનીય છે કે, શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનો આશય વિદ્યાર્થીઓનું સો ટકા નામાંકન થાય, વિદ્યાર્થીઓનો ડ્રોપ આઉટ રેશિયો ઘ

Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ.

Image
  Khergam (Toranvera) : ખેરગામ તાલુકાના તોરણવેરા ગામે તાલુકાનાં વિવિધ અધિકારીઓ દ્વારા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન શિબિર યોજાઈ. તારીખ : 23-06-2024નાં દિને ખેરગામ તાલુકાના  તોરણવેરા ગામે  મામલતદાર સાહેબશ્રી ડી.સી. બ્રાહ્મણકાચ્છ સાહેબની અધ્યક્ષતા હેઠળ  ખેરગામ તાલુકા વિકાસ અધિકારીશ્રી એમ.પી. વિરાણી સાહેબ, ખેરગામ પી.એસ.આઇ ગામિત સાહેબ, તાલુકા હેલ્થ ઓફિસર, નાયબ કાર્યપાલક ઇજનેરશ્રી પાણીપુરવઠા, ડી.જી.વી.સી.એલ.તથા વિવિધ કચેરીનાં અધિકારીશ્રી સાથે ગામના વિવિધ પ્રશ્નો જેવા કે પાણી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ, વીજળી, મહેસૂલનાં પ્રશ્નો, કાનૂની માર્ગદર્શન,અંગે વિસ્તૃત ચર્ચા કરી સોલ્યુશન લાવવા તથા ગ્રામજનોની જાગૃતિ માટે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આજ રોજ તોરણવેરા ગામે ખેરગામ મામલતદાર સાહેબ શ્રી ના અધ્યક્ષતા હેઠળ તાલુકા વિકાસ અધિકારીશ્રી ખેરગામ તાલુકાના પી.એસ.આઇ... Posted by  Sunil Dabhadiya  on  Saturday, June 22, 2024

સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો.

"ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક દેહવાલી બોલીમાં ગીતો ગાઈને શાળા પ્રવેશોત્સવ અંગે લોકજાગૃતિ ફેલાવવાનો અનોખો પ્રયાસ કર્યો. "ચાલા ચાલા રે આંગણવાડી મેં..." નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાની આંગણવાડી કાર્યકર બહેનોએ નાના ભૂલકાંઓ સાથે ગામમાં સ્થાનિક... Posted by Gujarat Information on  Saturday, June 22, 2024

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ.

Image
   અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ. માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ₹36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલ 30 સ્માર્ટ સ્કૂલ્સનું લોકાર્પણ... શહેરની વસ્ત્રાપુર સરકારી વસાહત પ્રાથમિક શાળા તેમજ નારણપુરા ગુજરાતી શાળા નંબર-1ની અનુપમ (સ્માર્ટ) શાળાઓની મુલાકાત લઈ કેન્દ્રીય મંત્રીશ્રીએ શાળાની સુવિધાઓનું નિરિક્ષણ કરી બાળકો સાથે સંવાદ સાધ્યો હતો તેમજ શાળાના બાળકો દ્વારા આયોજિત શિક્ષણ પ્રદર્શનની રસપૂર્વક મુલાકાત લઈ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા; મહાનુભાવો દ્વારા શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું... માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ અન્ય મહાનુભાવોની... Posted by  Gujarat Information  on  Friday, June 21, 2024

Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ

Image
Gandevi : ગણદેવીની વડસાંગળ શાળાના ત્રણ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ માટેની NMMS પરીક્ષામાં સિદ્ધિ નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત ગણદેવી વડસાંગળ પ્રાથમિક શાળાનાં ત્રણ વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિમાં ઝળહળતો દેખાવ કરતા આનંદ વ્યાપી ગયો હતો. પ્રતિવર્ષ તેજસ્વી તારલાઓ ને આગામી ભણતર માટે શિષ્યવૃત્તિ આપતી NMMS પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે. જેમાં ઉત્તીર્ણ થનારા વિદ્યાર્થીઓને ધો.૯ થી ધો.૧૨ એટલે કે ચાર વર્ષ સુધી દર વર્ષે ૧૨ હજાર એટલે કે કુલ ૪૮ હજારની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. આ પરીક્ષામાં વડસાંગળ શાળા ધો. ૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત જયેશ પટેલ, જોયલ અનિલ પટેલ તથા નિયતિ હિતેશ હળપતિ શિષ્યવૃત્તિ મેળવવા હકદાર બન્યા છે.  ગામના સરપંચ મીના રાઠોડે વિદ્યાર્થીઓને માટે પ્રોત્સાહક ભેટ સ્વરૂપે ૨૧૦૦ રોકડ ભેટ આપી હતી. પ્રસંગે શાળાના શિક્ષકગણ તથા આચાર્ય ચંદ્રકાંત પટેલે વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનોજ પટેલ, ઉપપ્રમુખ મેહુલભાઈ, મંત્રી પિયુષભાઈ, તુષારભાઈ ,ભીખુભાઈ, ડાહ્યાકાકા મોરારકાકા, નારણકાકા,  ઉપસરપંચ આશિષભાઈ સહિત  અગ્રણીઓએ  વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. મિત પટેલ, જોયલ પટેલ અન

Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું વિતરણ કરાયું.

Image
    Khergam (Vad) : ખેરગામનાં વાડ મુખ્ય શાળામાં વિદ્યાર્થીઓને નોટબુકનું  વિતરણ કરાયું.  તારીખ 18/06/2024 ને મંગળવાર ના રોજ વાડ મુખ્ય પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 8 ના બાળકો માટે મફત નોટબુક વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વાડ ગામના અગ્રગણ્ય ખેડૂત અગ્રણી, સામાજિક કાર્યકર અને  ખેરગામ વિસ્તારમાં દાતારના નામથી ઓળખ ધરાવતા  શ્રી દિનેશભાઈ તથા એમના ધર્મપત્નિ ભારતીબેન તરફથી વિના મૂલ્યે નોટબૂકનું વિતરણ કરાયું હતું.  જેમાં  દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 240 જેટલા બાળકનોને મફત નોટબુક આપી હતી. આ કાર્યક્રમમાં શાળાનાં આચાર્ય શ્રી કિરીટભાઇએ એમનું પુષ્પથી સ્વાગત કર્યુ અને ભારતીબહેનનું સ્વાગત શાળાની તમામ બહેનોએ સાથે મળી કર્યું હતું તેમજ શાળાના આચાર્યશ્રી એ દિનેશભાઈ અને તેમના પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો.  ભવિષ્યમાં પણ એમનો શાળાના બાળકો માટે આવોજ પ્રેમ અને સહકાર મળતો રહેશે  એ માટે આશા વ્યકત કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના ઉપશિક્ષક શ્રી ધર્મેશકુમાર પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ શાળાના તમામ સ્ટાફ મિત્રોએ કાર્યક્રમ ને સફળ બનાવાવા બદલ મુખ્ય મુખ્ય શિક્ષક કિરીટભાઇ એ

નારણપોર પ્રાથમિક શાળામાં ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર મિશન સંસ્થા દ્વારા આંખોની તપાસ કરવામાં આવી.

Image
   નારણપોર પ્રાથમિક શાળામાં ધરમપુરની શ્રીમદ્ રાજચંદ્ર મિશન સંસ્થા દ્વારા આંખોની તપાસ કરવામાં આવી. તારીખ ૧૮-૦૬-૨ ૦૨૪નાં  દિને ખેરગામ તાલુકાની નારણપોર પ્રાથમિક શાળામાં ધરમપુરની શ્રીમદ રાજચંદ્ર મિશન સંસ્થા દ્વારા શાળાના તમામ બાળકોની આંખની તપાસ વિનામૂલ્યે કરવામાં આવી હતી. જેમાં જરૂરિયાતમંદ બાળકોને ચશ્મા અને દવા વિના મૂલ્યે આપવામાં આવ્યા હતા.  ચૂંટણીની આચારસંહિતા પહેલાં પણ ખેરગામ ગામની શામળા ફળિયા સહિત 3 થી 4 શાળાઓમાં આંખની તપાસ કરવામાં આવી હતી પરંતુ ચૂંટણી આચારસંહિતા લાગુ પડતાં આ કાર્યક્રમ થોડા સમય પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો હતો.  આજથી ફરી ખેરગામ તાલુકાની  નારણપોર પ્રાથમિક શાળાથી શરુઆત કરવામાં આવી. જેમાં બાકી રહેલી શાળાઓમાં પણ આંખોની તપાસણી કરવામાં આવશે જેમની જાણ મુખ્ય શિક્ષકોને ટેલીફોનીક દ્વારા જાણ કરવામાં આવી હતી.

Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો.

Image
 Navsari: ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ યોજાયો. શાળાઓના બાળકો દ્વારા પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવાના ગુણ કેળવાય તે હેતુથી  પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું આયોજન કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું. નવસારી, તા.૧૬: નવસારી જિલ્લા સ્થિત ભીમભાઈ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ દેગામમાં દ્વારા ઇકો ક્લબ અન્વયે "સ્વસ્થ જીવન શૈલીનો સ્વીકાર" વિષય પર વાર્તાલાપ કાર્યક્રમ યોજાયો હતો. ઈકો કલબ હેઠળ શાળાના શિક્ષિકા લક્ષ્મીબેન પટેલ દ્વારા વિધાર્થીઓ માટે નજીકના સ્થળે પ્રકૃતિના સાનિધ્યમાં મુક્ત વિહારનું  આયોજન કરી વિધાર્થીઓને પર્યાવરણની જાળવણી કેવી રીતે કરી શકે તે બાબતે માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત સ્થાનિક વિસ્તારની વિવિધ વનસ્પતિથી વિધાર્થીઓને વાકેફ કરી વિદ્યાર્થીઓના હસ્તે વૃક્ષારોપણ  કરાયું હતું.  વિદ્યાર્થીઓને નજીકના ગામ તથા સ્થાનિક પ્રવાસન સ્થળની મુલાકાત કરાવવી, વિધાર્થીઓના અલગ અલગ જૂથ બનાવી જુદા જુદા કામ સોંપવામાં આવ્યા હતા. જેમાં વનસ્પતિ શાસ્ત્ર, વિસ્તારનો ઇતિહાસ, ભૂગોળ, સ્થાનિક રીતિરીવાજો અને પરંપરાઓ,

સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય.

Image
  સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય. તારીખ : 16-06-2024નાં દિને સંકલ્પ એજયુકેશન ગૃપ દ્વારા ખેરગામ તાલુકાનાં રૂઝવણી ગામની પજ્ઞાચક્ષુ દીકરીને આર્થિક સહાય આપવામાં આવી હતી  ખેરગામ તાલુકાના રૂઝવણી ગામના દુકાન ફળિયામાં રહેતી પ્રિયંકાબેન જેરામભાઈ પટેલ આણંદની વિદ્યાનગર સરદાર પટેલ કોલેજમાં એમ. એ.નાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તે (પ્રજ્ઞાચક્ષુ)  બંને આંખે જોઈ શકતા નથી . છતાં પણ અભ્યાસ પ્રત્યેની તેમની રુચિ અને હિંમતને સલામ ભરવાનું મન થાય. તે ભણતરની સાથે સંગીતના ક્લાસિસ પણ કરે છે. તેમના  માતા હયાત નથી, પિતા મજૂરી કામ કરી દીકરીને ભણાવે છે. સંકલ્પ એજ્યુકેશન ગૃપ દ્વારા દીકરીને 15,000/- ની આર્થિક સહાય આપવામાં આવી.   પ્રિયંકા પટેલની માહિતી સંક્લ્પ એજયુકેશન ગૃપ સુધી વલસાડ આરોગ્ય શાખામાં ફરજ બજાવતા વૈભવ પટેલે પહોંચાડી હતી.  સંકલ્પ એજ્યુકેશન ગૃપનાં  સભ્યો તથા ખેરગામ તાલુકાનાં સેવાભાવી અગ્રણીઓ વૈભવ પટેલ (નારણપોર ખેરગામ), દિનેશભાઈ પટેલ, (નિવૃત્ત નિયામક, ગ્રંથપાલ), શૈલેષભાઈ પટેલ (વેણ ફળિયા, ખેરગામ), વિજયભાઈ પટેલ,સોશિયલ ઓડિટર (સરસીયા ફળિયા), અલ્પેશભાઈ પટ

ગાંધીનગર ખાતે વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂનની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ.

Image
ગાંધીનગર ખાતે વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂનની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ. આજરોજ કલેક્ટર કચેરી, ગાંધીનગર ખાતે વિશ્વ યોગ દિવસ ૨૧ મી જૂનની ઉજવણી સંદર્ભે પ્રેસ કોન્‍ફરન્‍સ યોજાઈ. --------------------------------------------------------- ગાંધીનગર જિલ્લામાં ૧૦મા વિશ્વ યોગ દિવસની ઉજવણી ૧૪૬૨ સ્થળે કરાશે : બે લાખ ૬૦ હજાર જેટલા નાગરિકો સહભાગી બનશે.… pic.twitter.com/TVGK1IdiMG — Collector & District Magistrate, Gandhinagar (@CollectorGnr) June 15, 2024

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનાઓ દ્વારા જન જાગ્રૃતી સંદેશ.

સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનાઓ દ્વારા જન જાગ્રૃતી સંદેશ. "સાબરકાંઠા જિલ્લા પોલીસ વડાનાઓ દ્વારા જન જાગ્રૃતી સંદેશ." સાયબર ગઠીયાઓ દ્વારા થતા સાઈબર ક્રાઇમમાં સાવચેતી એજ સાવધાની છે. આપ સૌ પણ આ પ્રકારની છેતરપીંડીથી બચો. "સાયબર ક્રાઇમની ફરીયાદ માટે ડાયલ કરો-૧૯૩૦" @CMOGuj @dgpgujarat @GujaratPolice @Harsh_Office @IPS_VijayPatel pic.twitter.com/zKV9ChIXsN — Sabarkantha Police (@SPSabarkantha) June 14, 2024

ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ :

Image
  ડાંગ: ઓનલાઇન થતા ફ્રોડથી પ્રજાજનોને અવગત કરવા જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ : ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર કોલ કરવો - શ્રી યશપાલ જગાણીયા  (ડાંગ માહિતી બ્યૂરો): આહવા: તા: ૧૪:  ટેક્નોલોજીના આ યુગમાં હજારો લોકો સાઇબર ફ્રોડનો શિકાર થતા હોય છે. જેનાથી પૈસા પરત મળવાની સંભાવનાઓ ઓછી થઇ જતી હોય છે. ત્યારે પ્રજાજનોને ઓનલાઇન ફ્રોડનો શિકાર થતાં અટકાવવા, ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને 'પ્રેસ મિટ' યોજાઇ હતી.  જેમાં જિલ્લા પોલીસ વડાએ ઓનલાઇન ફ્રોડ થાય તો ૧૯૩૦ પર તુરંત કોલ કરવા જણાવ્યું છે.  ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાયેલ 'પ્રેસ મિટ'માં જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતુ કે, આજના ટેક્નોલોજીના યુગમાં ખુબ જ બહોળા પ્રમાણમાં ઓનલાઇ ફ્રોડ થતા હોય છે. લોકો ઓનલાઇન બેંન્કિગ, ઓનલાઇન શોપિંગ તેમજ ઓનલાઇન ટ્રાંજેક્શનનો ઉપયોગ કરતાં હોય છે. ત્યારે લોકો સાથે સાઇબર ફ્રોડ થતાં હોય છે. જે અંગેની ફરિયાદ ૧૯૩૦ હેલ્પલાઇન નંબર પર કોલ કરીને જણાવી શકાય છે. સમગ્ર ગુજરાતમાં છેલ્લા છ મહિના દરમિયાન ૫૦ હજારથી વધુ અલગ અ

Dang: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી :

Image
 Dang: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરીની ભારતીય સનદી સેવામાં પસંદગી : (ડાંગ માહિતી બ્યુરો): આહવા: તા: ૧૩: ડાંગ જિલ્લાના અધિક કલેક્ટર શ્રી બી.બી.ચૌધરી સહિત અન્ય ૪ ગુજરાત વહીવટી સેવાના ઉચ્ચ અધિકારીઓની ભારતીય વહીવટી સેવામાં પસંદગી કરવામાં આવી છે. ભારતીય વહીવટી સેવાના ૧૯૫૪ના ભરતીના નિયમો મુજબ ખાલી પડેલ જગ્યાઓમાં ગુજરાત સરકારનાં કુલ ૫ જેમાં (૧) શ્રી બી.જે.પટેલ, (૨) શ્રીમતી કુમુદબેન યાજ્ઞિક, (૩) શ્રી એ.બી.પાંડોર, (૪) શ્રી બી.બી.ચૌધરી, અને (૫) શ્રી બી.સી.પરમારની ગુજરાત કેડરનાં સનદી અધિકારી તરીકે  પસંદગી કરવામાં આવી છે.  જેમાં હાલ ડાંગ જિલ્લામાં અધિક નિવાસી કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલાં શ્રી બી.બી.ચૌધરીની પણ પસંદગી થતાં, જિલ્લા વહીવટી તંત્રનાં વડા એવા કલેકટર શ્રી મહેશ પટેલ સહિતનાં અધિકારીશ્રીઓએ અભિનંદન પાઠવ્યા હતાં.

Valsad (Mota vaghchhipa) : નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા મોટાવાઘછીપા ગામ ખાતે ખેડૂત શિબીરનું આયોજન કરવામાં આવ્યું.

Image
      Valsad (Mota vaghchhipa) : નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા મોટાવાઘછીપા ગામ ખાતે ખેડૂત શિબીરનું આયોજન કરવામાં આવ્યું. નાયબ બાગાયત નિયામકની કચેરી, વલસાડ દ્વારા વલસાડ તાલુકાના રોણવેલ અને પારડી તાલુકાના મોટાવાઘછીપા ગામ ખાતે “આપણો તાલુકો બાગાયત તાલુકો” કાર્યક્રમ હેઠળ ખેડૂત શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા રોણવેલ ખાતે નાયબ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, વલસાડ દ્વારા ૭૭ જેટલા ખેડૂતોને અને મોટાવાઘછીપા ખાતે મદદનીશ બાગાયત નિયામક, વલસાડ અને બાગાયત અધિકારી, પારડી દ્વારા ૯૫ જેટલા ખેડૂતોને ગુજરાત રાજ્ય બાગાયત વિભાગની વિવિધ સહાયલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું.   રાજ્ય કક્ષાએથી બાગાયત નિયામક, ગાંધીનગર દ્વારા કાર્યક્રમમાં ઓનલાઇન માધ્યમથી હાજર રહી બાગાયત ખાતાના નવીન અભિગમ “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” કાર્યક્રમ અંતર્ગત ખેડૂતો વિવિધ પ્રકારના વધુ ફળ ઝાડનું વાવેતર કરે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપસ્થિત તમામ દ્વારા “ગ્રો મોર ફ્રુટ ક્રોપ” બાબતે પ્રતિજ્ઞા લેવામાં આવી હતી.